Thursday, May 20, 2021

Problems and Their Solutions!

હું જ્યારે સેકેન્ડરી સ્કૂલમાં હતો, ત્યારે કમ્પ્યુટર્સ અમારા માટે એક જાદુઈ વસ્તુ હતી. હું વાત કરું છું વર્ષ 2001ની આસપાસ. હું ત્યારે ધોરણ સાતમાં અભ્યાસ કરતો હતો. મેં તરત જ કમ્પ્યુટરનાં ટીચર સાથે મિત્રતા કરી લીધી અને તેમણે મને તેમનો આસિસ્ટન્ટ બનાવી લીધો. એ સમયમાં જ ટીચરે મને માઈક્રોસોફ્ટ એક્સલ એપ્લિકેશન સાથે ઇન્ડ્રયુડુઝ કરાવ્યો. અને એમણે મને જયારે સમ ફન્કશન અને ઇફ ફંક્શન સાથે અવગત કરાવ્યો ત્યારે એ રાત્રે તો મને નીંદર જ ન આવી. મારુ મગજ ત્યારે જ દોડવા લાગી ગયું હતું. પછી મેં વધુ ને વધુ જાણવાનો પ્રયત્ન કર્યો અને મારુ પ્રથમ નાનું એપ્લિકેશન બનાવ્યું. એ હતું વિદ્યાર્થીઓના માર્ક્સને ગણી ને તેના પર્સેન્ટેજ બતાવતી શીટ.

એ સમયે એ મારા માટે બહુ જ મોટી વાત હતી. એ માર્કશીટ બનાવવા માટે મેં એક જ એક્સલ શીટનો ઉપયોગ કર્યો હતો. મેં મારા ટીચર ને એ શીટ બતાવી અને તેઓ ખુશ થઇ ગયા પણ એક જ શીટ ની અંદર બધું હતું એટલે અસ્તવ્યસ્ત લાગતું હતું એટલે ટીચરે મને તરત જ કહ્યું કે, "તે આ બધું એક જ શીટ માં કેમ બનાવ્યું છે?"
એ પછી ટીચરે બીજી શીટ ઇન્સર્ટ કરી અને મારી દુનિયા ફરીથી બદલી ગઈ. હું જાણતો ન હતો કે હું બીજી શીટ પણ ઇન્સર્ટ કરી શકું છું.
 
જીવન પણ કઈંક આવું જ હોય છે. આપણે બસ લાગેલા રહીએ છીએ કે એક જ પ્રકારની સમસ્યા માટે એક જ પ્રકારનાં સમાધાન સાથે. આપણે જીવનના બીજા આયામો તરફ તો નજર કરતા જ નથી અથવા તો જાણવાનો પણ પ્રયત્ન કરતા નથી.
 
જીવનના નવા આયામો કદાચ એક ક્લિક પર સામે નથી આવતા પણ એ હોય છે એ નક્કી.

No comments:

Post a Comment

IsValidPasswordString Function

'Following function will verify if the password string contains following characters or not? Rem : List of Characters Group - ASCII Rem ...